Skip to main content

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.


ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.





Comments

Popular posts from this blog

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ  5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણ...

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

  Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ 

ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

 ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. શાળા આરોગ્ય તપાસણી 2024-25  અમલસાડ સરી કન્યા શાળા -૧માં   બાળકોના તમામ પ્રકારની આરોગ્યને લગતી તપાસ ડો.જયદીપ સર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા સતત બે દિવસ કરવામાં આવી હતી જેમાં જરુરી મેડિકલ સહાય માટે વાલીઓ સાથે ચર્ચા કરી અને આરોગ્યને લગતી સવલતો, સગવડો માટે પણ જાણકારી આપવામાં આવી હતી.