Skip to main content

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

નવસારી જિલ્લાનું ગૌરવ : જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા

                                                  


 નવસારી જિલ્લાનું ગૌરવ :  જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા 

નવસારી,તા.૦૫: એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષકોનું 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'થી સન્માન કર્યું હતું. નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી 'શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક' તરીકે થઇ હતી. 

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર અને મ..ની.ના.ઉ.મા શાળા મણિનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના બીઆરસી રિસોર્સ સેન્ટર, ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના માટે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર દ્વારા બન્ને શિક્ષક મિત્રોને નવસારી જિલ્લાનું ગૌરવ વધારવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. 


નવસારી જિલ્લાનું ગૌરવ - નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય...

Posted by Info Navsari GoG on Thursday, September 5, 2024

#teamnavsari #HappyTeacherDayGuj

#CmAtTeachersDayGuj #prideofnavsari

#TeamNavsari Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari

Comments

Popular posts from this blog

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ  5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણ...

Khergam:નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Khergam:નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક...

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

  Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ