Skip to main content

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Khergam| Pratibhashali Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

Khergam| Pratibhashali  Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

તારીખ 15મી ઓગસ્ટ 2024નાં દિને  ખેરગામ તાલુકાના  શામળા ફળિયા ક્લસ્ટરનાં સદર શાળાના જ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ,ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ, બહેજ ક્લસ્ટરનાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીનાં શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ, પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત અને પાટી ક્લસ્ટરનાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવરને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

તાલુકાનાં પાંચ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ખેરગામ બી આર સી. વિજયભાઈ પટેલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

શામળા ફળિયા ક્લસ્ટર ખેરગામના શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ (SB KHERGAM)
ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક 
શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ
બહેજ ક્લસ્ટરની બંધાડ ફળિયા પ્રાથમિક શાળાનાં
 શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ 
પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં
 શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત





તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવર

Comments

Popular posts from this blog

Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news

               Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news  Divya Bhaskar news, sandesh news, Gujarat Mitra news, Gujarat Gardian,Daman Ganga news, Gujarat Samachar news,

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

  Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ 

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

  Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી...