Skip to main content

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

                      

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

#gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitigujarat






Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી. ...

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

    નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અ...

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ  5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણ...