Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા

શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25

Posted by Khengariya PrimarySchool on Wednesday, June 26, 2024
Posted by Info Ahmedabad GoG on Thursday, June 27, 2024
Posted by Info Ahmedabad GoG on Thursday, June 27, 2024
Posted by Info Ahmedabad GoG on Thursday, June 27, 2024

Comments

Popular posts from this blog

Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news

               Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news  Divya Bhaskar news, sandesh news, Gujarat Mitra news, Gujarat Gardian,Daman Ganga news, Gujarat Samachar news,

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

  Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.                   બી.આર.સી કો . શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ    પાણી વિશે વાત