Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું, જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહયોગથી વિ