Skip to main content

Posts

Showing posts from July, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Kukarmunda |Nizar: પિંપરીપાડા ગામે બાળકોનું વૃક્ષારોપણ

 Kukarmunda |Nizar: પિંપરીપાડા ગામે બાળકોનું વૃક્ષારોપણ

ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

 ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. શાળા આરોગ્ય તપાસણી 2024-25  અમલસાડ સરી કન્યા શાળા -૧માં   બાળકોના તમામ પ્રકારની આરોગ્યને લગતી તપાસ ડો.જયદીપ સર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા સતત બે દિવસ કરવામાં આવી હતી જેમાં જરુરી મેડિકલ સહાય માટે વાલીઓ સાથે ચર્ચા કરી અને આરોગ્યને લગતી સવલતો, સગવડો માટે પણ જાણકારી આપવામાં આવી હતી.

Navsari: Jamalpor primary school latest educational news

  Navsari: Jamalpor primary school latest educational news Late post.જમાલપોર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીની એક ઝલક dt -29/06/24 Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.... Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે નાયબ ડીડીઓ શ્રી... Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ  5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ અને પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી નિવૃત્ત થતા, નિવૃત્તિ સન્માન સમારોહમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવન સ્વસ્થતા તથા સુખથી વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક... Posted by Mla Arvind Patel on  Saturday, July 6, 2024

Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય

 Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય  વાંસદા કુમાર શાળાના શિક્ષિકા લલીતાબેન એન. આહીરનો વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી ટીપીઇઓ હરિસિંહ પરમાર, નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ સોલંકી, પરેશાબેન, શાળાના નિવૃત્ત થયેલ બહેનો, લલિતાબેનના પરિવારજનો, ગ્રામજનો, શાળા સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. નિવૃત્ત થઈ રહેલા લલિતાબેન શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. સૌએ લલિતાબેનને તંદુરસ્ત, પ્રવૃત્તિમય,આનંદદાયી જીવન જીવી સમાજ કલ્યાણના કામ કરતા રહે એવી શુભકામના વ્યક્ત કરી હતી.

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

    નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા તેના અ

Valsad District latest news : 02-07-2024

      Valsad District latest news : 02-07-2024 ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે --- જિલ્લા કલેકટરશ્રીએ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા ૭૯ બાળકો/વ્યકિતઓને બે માસમાં પોલીસે શોધી કાઢ્યા ---- ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 રથયાત્રા તહેવારને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૫ જૂલાઈ સુધી હથિયારબંધી માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ જૂલાઈ આગામી... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને "મિશન શક્તિ" યોજના અંતર્ગત ત્રિ-મ

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.

પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ. તારીખ: ૦૧-૦૭-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં મહામંત્રી અને ઉપમંત્રીની પસંદગી માટે પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 5નાં વિદ્યાર્થીઓમાંથી હેનીલ પટેલ અને ધ્યેય પટેલ મહામંત્રી અને ઉપમંત્રી બનવા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જેમાં હેનિલ પટેલ વિજેતા બનતા તેમણે મહામંત્રી અને ધ્યેયને ઉપમંત્રી ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શાળા સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના સમિતિ, વ્યવસ્થા સમિતિ, શણગાર સમિતિ, સફાઈ સમિતિ અને બાગકામ સમિતિનો સમાવેશ થાય છે.